સભા સ્થળે બફારા/ગરમીથી અનેકની તબિયત લથડી, આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક સારવાર અપાઈ

29-8-mtr2
copy image

વડાપ્રધાનની સભામાં ઉપસ્થિત મેદનીના આરોગ્યની સંભાળ રાખવા માટે ખાસ મેડિકલ ટુકડીઓ તૈનાત કરવામાં આવી.સભા સ્થળે ઘણા લોકોને ભીડ અને બફારાના કારણે ચક્કર,શ્વાસ સહિતની સમસ્યાઓ થતા મેડિકલ ટીમો વ્હારે દોડી આવી હતી. સોશ્યલ મીડિયાએ પણ મહત્વની ભૂમિકા ભજવી. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.રવિન્દ્ર ફુલમાલીએ જણાવ્યું કે,સભા સ્થળે 180 કોમ્યુનિટી હેલ્થ ઓફિસર,12 મેડિકલ ઓફિસરની ટીમ તૈનાત કરવામાં હતી.

આ ઉપરાંત RBSKની ટીમ દરેક પાર્કિંગમાં રાખવામાં આવી હતી. આ સભામાં ઘણા વ્યક્તિઓને મેડિકલ સહાયતા પુરી પાડવામાં આવી, જેમાં જરૂરી દવાઓ, ડ્રેસિંગ સહિતની સારવાર ટીમ દ્વારા કરવામાં આવી. સ્મૃતિવનમાં સ્નેક સારવાર માટેની ટીમ પણ સ્ટેન્ડબાય રખાઈ હોવાનું જણાવી બધા સ્થળોએ ઇમરજન્સી સારવારની વ્યવસ્થા ગોઠવવામાં આવી.

વડાપ્રધાન કાર્યક્રમ અંતર્ગત તેમની નજીક જનારા અને વરિષ્ઠ અધિકારીઓ મળી 600 લોકોના આરટીપીસીઆર ટેસ્ટ પણ કરવામાં આવ્યા. સ્ટાફ 2 દિવસથી રોકાયેલો હોઈ કેટલા દર્દીઓની સહાયતા કરી તેનો ડેટા આજે એકત્ર કરવામાં આવશે તેવું પણ કહ્યું હતું.