લાખોંદની સીમમાં એક જ રાતમાં માલિકીના ખેતરમાંથી 2.91 લાખની સાદી માટીની ચોરી

copy image

સરકારી જમીનમાંથી ચોરી થઈ હોય તેવા બાનવ તો આપણે સાંભળી છે પણ ખાનગી માલીકીના ખેતરમાંથી રાતોરાત રૂ.2.91 લાખની માટી ચોરી થવાની ઘટના સામે આવી છે . જેને લઈને પોલીસ પણ અચરજમાં મુકાઈ છે.

ભુજ તાલુકાના લાખોંદ ગામમાં રાત્રે આ માટીચોરી થઈ. ફરિયાદી ગામના મહેશ્વરીવાસમાં રહેતા વેરશીભાઈ લઘુભાઈ મતીયાએ જણાવ્યું કે, તેમની માલિકીનું ખેતર લાખોંદ વાડી વિસ્તારમાં સર્વે નંબર 272/3 વાળું  છે .આ ખેતરમાંથી રાત દરમ્યાન મોટા વાહનો લગાવી સાદી માટીની ચોરી કરાઇ છે.

આરોપી ગામમાં રહેતા રણધીર નારણ ચાવડાએ ખેતરમાંથી 1663.875 મેટ્રિક ટન સાદી માટીની ચોરી કરી.જેની કિંમત રૂ.2, 91,169 આંકવામા આવી છે. તેથી પધ્ધર પોલીસે ચોરીનો ગુનો દર્જ કરીને આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ ચૌધરીને સોંપી.તપાસનીસ જણાવ્યું કે, એક જ રાતમા માટીની ચોરી કરાઈ હતી. આરોપીને રાઉન્ડઅપ કરાયો છે.ચોરીમાં કોણ કોણ સામેલ હતું અને કયા સાધનો ઉપયોગમાં લેવાયા છે ઉપરાંત માટી કયા રાખી છે તે સહિતની બાબતમાં તપાસ કરવામાં આવશે.