કચ્છના રાપરમાં 3.2 તિવ્રતાનો આંચકો અનુભવાયો, રાપરથી 14 કિમી દૂર કેન્દ્રબિંદુ આવેલું છે


ભૂંકપ ઝોન 5માં આવતા કચ્છ જિલ્લામાં ધરતી ધ્રુજવાની ઘટના સતત રિકટર સ્કેલ પર નોંધાતી રહે છે. તેમાં વધારો કરતો વધુ એક ધરતીકંપનો આંચકો આજે વાગડ ફોલ્ટ લાઈન પર નોંધાયો. બુધવારે બપોરે 2.29 મિનિટે રાપરથી 14 કિલોમીટર દૂર પૂર્વ દિશાએ 3.2ની તિવ્રતા ધરાવતો આફટરશોક ગાંધીનગર સિસ્મોલોજી કચેરી ખાતે નોંધાયો હતો. જિલ્લામાં ગત 20 ઓગસ્ટના ભચાઉ પાસે સવારે 10 કલાકને 5 મિનિટે 2.8ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જે કચ્છના પેટાળમાં સતત ઉર્જા પારીત થઈ રહ્યાનું દર્શાવે છે. ખાસ કરીને વર્ષ 2001ના ભૂંકપ બાદ સક્રિય બનેલી વાગડ ફોલ્ટ લાઈન પર સૌથી વધુ આંચકા નોંધાઈ રહ્યા છે.