ગાંધીધામ નગરપાલિકાએ તળીયા જાટક થયેલી તિજોરીને ભરવાનો એક માત્ર ઉપાય: બાકી રહેલા વેરાની વસુલાત

ગાંધીધામ નગરપાલિકાએ તળીયા જાટક થયેલી તિજોરીને ભરવ દરેક વિસ્તારમાં ટીમો મોકલીવાણી કવાયત હાથ ધરાઇ છે, જે સંદર્ભે 5 ટીમના કરાયેલા ગઠનમાં નિર્ધારીત સ્થળોએ જઈને વેરાની વસુલાત કરવામાં આવશે. ગાંધીધામ સુધરાઈના સીઓએ ટેક્સ વિભાગની બેઠક લઈને 5 ટીમનું ગઠન કર્યું, જેમાં મેલેરીયા વિભાગના સ્ટાફને પણ સામેલ કરવામાં આવ્યો છે. આ 5 ટીમમાંથી ત્રણ ગાંધીધામમાં તો બે આદિપુરમાં કામ કરશે. જે તમામને લીસ્ટ અને બીલ અપવામાં આવ્યા છે. હાલમાં પાલિકાના 10 વોર્ડમાં 10 હજારથી વધુની વેરા વસુલાત જેનમની બાકી છે, તેમનો સંપર્ક સાધીને વસુલાત કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.

સુત્રોના દાવા પ્રમાણે આ પ્રકારે દસે વોર્ડમાંથી 10,555 બીલ હોવાનું સામે આવ્યું. જેને ધીરે ધીરે ક્લીયર કરવાના પ્રયત્ન કરાઈ રહ્યા છે. તો આજ સમયગાળામાં રોડ રસ્તા માટે 18 કરોડની દરખાસ્ત કરીને બેઠેલી પાલિકાને એક જ કરોડ મળ્યા હતા. જેથી આર્થિક સંકળામણનો સામનો કરી રહી સુધરાઈનો એકમાત્ર આધાર હવે વેરા વસુલાત છે, જેના સીવાય કોઇ ઉપાય નથી.