સામખિયાળીથી માટેલ પુનમ ભરવા જતા બે બાઇક સવારના અકસ્માતમાં મોત

ભચાઉ તાલુકાના સામખિયાળીથી માટેલ બાઇક પર પુનમ ભરવા જતાં બે યુવકનનો માર્ગ અકસ્માત થતાં મૃત્યુની ઘટનાથી બે આધારસ્તંભ યુવાનોના પરિવાર ઉપર જાણે આભ ફાટી પડ્યું છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, સામખીયાળી ના મહેસાણાનગરમાં રહેતા અને ઇલેક્ટ્રિક કામ કરતા ઈશ્વરભાઈ કરશનભાઈ રાવલ અને અમરશીભાઈ રણછોડભાઈ કોળી નામના બે યુવક બાઈક પર સામખિયાળીથી માટેલધામ મધ્યે પુનમ ભરવા જઇ રહ્યા હતા.

તે દરમિયાન મોડી રાતે 12 :30 વાગ્યે ટીંબડી ગામના પાટિયા નજીક અજાણ્યા વાહને ઠોકર મારતા બંને યુવક પટકાયા હતા. આ બનાવમાં ઈશ્વર ભાઈને માથામાં ગંભીર ઈજા થઈ હતી જયારે અમરશીભાઈને પેટના ભાગે અને પગના ભાગે ને ગંભીર ઈજા થતાં બંનેના કમકમાટી ભર્યા મૃત્યુ થયા હતા. અકસ્માત સર્જી વાહન ચાલક નાસી ગયો હતો. ઘટના ની જાણ થતા મોરબી તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ અને મૃતદેહનો કબજો મેળવી પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ મધ્યે ખસેડવામાં આવ્યા હતા.