ગાંધીધામમાં યુવાનની આંખમાં મરચું નાખી ધારીયા ધોકાથી કરાયો હુમલો


ગાંધીધામની શેખરવાડીપાસે પૂર્વે કરેલી ફરિયાદ પરત ખેંચવાનું દબાણ કર્યા બાદ ત્રણ જણાએ યુવકની આંખમાં મરચાનો ભૂકો છાંટી ધોકા અને ધારિયાથી હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડવાની ઘટના એ-ડિવિઝન પોલીસ થાણે દાખલ કરાઇ છે.
ખોડીયારનગરમાં રહેતા 21 વર્ષીય ઇકબાલ સિદ્દિક જામે દાખલ કરેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બપોરે સાડા બાર વાગ્યાના સમયગાળામાં તેઓ ભારતનગરમા઼ ફેરી કરતા હતા તે દરમિયાન ખારીરોહર રહેતા મામદ જુનેદે ફોન કરી શેખરવાડી પાસે બોલાવ્યો હતો.
ચા લેવા જવાનું કહી ગયા પછી તે અલ્તાફ સોઢા અને એક અજાણ્યા સખ્શને લઇને આવ્યો હતો. તેઓને કઈ સમજમાં આવે તે પહેલાં અલ્તાફે તેમની આંખમાં લાલ મરચાની ભુકી નાખી દીધી અને ત્યારબાદ ધોકાથી માર મારી અલ્તાફે તે મારામારીની ફરીયાદ દાખલ કરાવી છે તે પાછી ખેંચી લે તેમ કહેતાં તેમણે ના પાડી તો ઉશ્કેરાઈ ગયેલા અલ્તાફે બંને હાથમાં ધારિયું મારી ગંભીર ઇજાઓ પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.