મોટર રિપેરિંગ સાથે દારૂનો વેપાર કરતો ઇસમ 36 હજારના દારૂ સાથે પકડાયો

copy image

ગાંધીધામ પાસે જવાહરનગર નજીક આવેલી દુકાનમાં મોટર્સ રિપેરિંગ સાથે દારૂનો વેપાર કરી રહેલા સખ્શને એ-ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી રૂ.36 હજારની કિંમતના વિદેશી દારૂ સાથે ઝડપી પાડી ગુનો નોંધ્યો. ગુરભેજસિંગ હરદેવસિંગ જાટ (શીખ) જવાહરનગર પાસે આવેલા નાયરા પેટ્રોલ પમ્પની બાજુમાં સર્વિસ રોડ પર આવેલી શ્યામ મોટર્સ રિપેરિંગ વર્ક્સ નામની દુકાનમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ રાખી વેંચાણ કરે છે.

આ બાતમીના આધારે તે દુકાનમાં દરોડો પાડી દુકાનમાં રહેલા સેટી પલંગમાં રાખેલી રૂ.36,180 ની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 72 બોટલ મળી આવતાં આરોપી ગુરભેજસિંગની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.