કંડલાથી આગ્રા લઇ જવામાં આવતું 37.50 લાખનું ઓઇલ સગેવગે


કંડલાથી આગ્રા લઇ જવાઇ રહેલું રૂ.37.50 લાખની કિંમતના ઓઇલનો જથ્થો નિયત સ્થળે ન પહો઼ચાડી વિશ્વાસઘાતની ફરિયાદ લોજિસ્ટિક કંપનીએ બે વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટર વિરુદ્ધ બી-ડિવિઝન પોલીસ મથકે દાખલ કરાવી હતી.
ગાંધીધામના કચ્છ આર્કેડમાં આવેલી જીંકા લોજિસ્ટિક કંપનીમાં પ્રોક્યુટમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા પ્રકાશકુમાર બાબુભાઇ રબારીએ દાખલ કરેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, જુલાઇ મહિનામાં કંડલામાં આવેલી ઇમામી એગ્રોટેક પ્રા.લિ. કંપની સાથે તેમની કંપનીએ કરેલા ટેન્ડર અનુસાર ઇમામી કંપનીમાંથી ઓઇલ ભરી આગ્રા ખાલી કરવાની વરધી આવતાં આ માર્કેટમાં વાહન મેળવવા ઓર્ડર ઓપન કરતાં આદિપુરના જે.જે.ટ્રાન્સપોર્ટના મેહુલભાઇ બારોટે મેટ્રીક ટન દિઠ રૂ.2,450 ભાડામાં તેઓ આ ઓર્ડર કરશે જણાવતાં તેમના આધાર અને પાન કાર્ડ વેરિફાઇ કરી રાજસ્થાનના ચાલક હેમરાજ કહરને કંડલા ગાડી સાથે મોકલવામાં આવ્યો હતો.
આ ગાડી રૂ.37,50,785 ની કિંમતનું 28 મેટ્રિક ટન જથ્થો ભરી આગ્રા જવા નિકળ્યા પછી માલ ન પહોંચતાં ટ્રાન્સપોર્ટર મેહુલભાઇ અને ચાલક સાથે વાત કરી પરંતુ સંતોષકારક ઉત્તર ન મળતાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી.