કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના પાર્કિંગમાં ઉભેલી કારમાંથી દારૂ મળતા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો

copy image

કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના પાર્કિંગમાં ઉભેલી કારમાંથી દારૂનાં જથ્થાને B-ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. આ વિશે પોલીસનાં સત્તાવાર બાતમી મળી હતી કે, કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના પાર્કિંગમાં પડેલ કારમાં વિદેશી દારૂનો જથ્થો રાખેલ છે. જે બાતમીનાં આધારે દરોડો પાડતા પાર્કિંગમાં નીશાન ટેરેનો કારની તલાસી લેતા કારની પાછળની સીટ તથા ડેકીમાંથી જુદા-જુદા બ્રાન્ડની વિદેશી દારૂની 408 નંગ બોટલો મળી હતી. પોલીસે રૂપિયા 1,52,400ની કિંમતનો દારૂ તેમજ વિદેશી દારૂ ભરેલ કાર સહિત કુલ રૂપિયા 3,52,400નો મુદ્દામાલ કબ્જે કરી કાર ચાલક સમે ગુનો દાખલ કર્યો હતો. આ કામગીરીમાં પોલીસ ઈન્સ. એમ.એન.દવે, પો.સબ.ઈન્સ. બી.વી.ચુડાસમા તથા બી-ડીવીઝન પોલીસ સ્ટાફ જોડાયો હતો.