સુંદરપુરી વિસ્તારના બે ચોરોને પોલીસે ઝડપી પાડી 13 મોબાઈલ જપ્ત કર્યા

ગાંધીધામ શહે૨માં મોબાઈલ સ્નેચીંગના વધેઌ ઘટનાઓ વચ્ચે પોલીસે બે ઇસમોને ઝડપી પાડી ચોરીના 13 મોબાઈલ ફોન કબજે કર્યા. આ વિશે બી-ડીવીઝન પોલીસે જણાવ્યું હતુ કે, અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરાઇ રહી હતી. તે દરમિયાન જૂની સુંદરપુરીના આંબેડકર ફળિયામાં રહેતા રોહિત તુષારભાઈ પરમાર અને નવરાત્રી ચોકમાં રહેતા સુનીલ અભુભાઈ સંજોટને ઝડપી પાડી બી-ડિવિઝન પોલીસમાં નોંધાવેલા મોબાઈલ સ્નેચીંગના બે ગુનાનો ભેદ શોધી લેવાયો છે.

આ સિવાય અલગ અલગ કંપનીના કુલ 13 મોબાઈલ અને ૩૦ હજારની બાઈક મળી કુલ રૂપિયા 1.20 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ કામગીરીમાં બી-ડીવીઝન PI એમ.એન.દવે, PSI એસ.ડી.બારીયા તેમજ સર્વેલન્સ સ્ટાફ જોડાયો હતો.