ભુજમાં પૌત્રીને તેડવા આવેલા સસરાને બચકા ભરી પુત્રવધૂએ ગાળો અને જાનથી મારવાની ધમકી આપી

શ્રાધ્ધ માટે દાદા પૌત્રીને તેડવા જતાં પુત્રવધુએ ગાળા ગાળી કરી બચકા ભરીને જાનથી મારી નાખવાની ધમકી આપી. મળતી માહિતી અનુસાર નવી ઉમેદનગર કોલોનીમાં રહેતા 59 વર્ષીય નરેન્દ્રભાઇ મોહનજી રાજગોરે તેમના પુત્રવધુ સંધ્યાબેન વિવેકભાઇ રાજગોર સામે ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેમના પુત્ર વિવેકની પત્નિ રીસાઇને માવતરે રહેતી હતી ફરિયાદીના સબંધીને ત્યાં શ્રાધ્ધમાં જમવા જવાનું હોવાથી ફરિયાદી તેમની પૌત્રી હિમાનીને તેડવા ગયા હતા.

ત્યારે પુત્રવધુ સંધ્યાબેને સસરાના બન્ને હાથ પર બચકા ભરીને ગાળો આપી આજ પછી અહીં આવતા નહી કહી જાનથી મારી નાખવાની ધમકી આપી. એ ડિવિઝન પોલીસે ઘટનાની નોંધ કરી તપાસ હાથ ધરી છે.