2 લાખના દરદાગીના લઈ માતા-પિતાએ દીકરીની સગાઈ બીજે કરાવી

ચાણસ્મા તાલુકાના જશલપુર ગામમાં રહેતા માતા- પિતાએ તેમના ત્રણ સંબંધી મળીને તેમની દિકરીની સગાઇ ધાણેટી ગામના યુવક સાથે કરાવવાની નક્કી કરી રૂ.1,12,000 રોકડ અને દાગીના મળી કુલ રૂ.2 લાખ લઈ યુવતીની સગાઈ બીજી જગ્યાએ કરાવતા ચાણસ્મા પોલીસ મથકે યુવતીના માતા-પિતા સહિત 5 ઇસમો સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી હતી.

કચ્છ-ભુજ તાલુકાના ધાણેટી ગામમાં રહેતા ધનાભાઇ રામચંદભાઇ ઠાકોર તેમના દિકરાની સગાઇ ચાણસ્મા જશલપુર ગામના ઠાકોર પ્રધાનજી કપુરજી અને ઠાકોર સવિતાબેન પ્રધાનજીની દિકરી સાથે તારીખ 21/03/2022ના રોજ લગ્ન કરાવવા વડપગ ગામના ત્રણ ઇસમોએ રિવાજ અનુસાર ઘરેણાં અને પૈસા આપવા પડે તેમ કહીંને દીકરાની સગાઇ કરાવવા પેટે રૂ.1,12,000 રોકડ અને ચાંદીના કડલા કિંમત રૂ.34,000, સોનાની બુટી સવા તોલાની કિ.રૂ.55000 એમ મળી કુલ રૂ.2,01,000 લઇ આપ્યા હતા પણ હાલમાં જાણવા મળેલ કે તેમની દિકરીની સગાઇ કોઇ બીજી જગ્યાએ કરેલ છે.

આ અંગે જાણ થતાં તેઓ સાથે વિશ્વાસઘાત થયો હોવાનું જાણવા મળ્યુ.બ આ અંગે ધનાભાઇએ ચાણસ્મા પોલીસ મથકે ઠાકોર જશીબેન વિનોદજી, ઠાકોર પ્રતાપજી રાભાજી, ઠાકોર વિનોદજી રહે.તમામ વડપગ,ઠાકોર પ્રધાનજી કપુરજી અને ઠાકોર સવિતાબેન પ્રધાનજી રહે.જશલપુર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. આ અંગે તપાસ અધિકારી પીએસઆઇ એમ.એસ.દરબાર હાથ ધરી હતી.