ચોરીના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પાલનપુર તાલુકા પોલીસે ઝડપ્યો

image-165
copy image

પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને અમીરગઢ મધ્યેથી પાલનપુર તાલુકા પોલીસે પકડી લીધો છે. પોલીસ દ્વારા આરોપીને પકડી પાડી પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ઘેમરભાઈને ખાનગી રાહે બાતમી મળેલી કે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી વિક્રમ બદાભાઈ ભગોરા નીચલા બંધ અમીરગઢ વાળા અમીરગઢ બોર્ડર તરફથી આવવાનો છે. જે હકીકતના આધારે વિક્રમભાઈને ઝડપી લઈ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.