થરાદ-સોચોર હાઇવે પર મેસરા ગામ પાસે બોલેરો અને પીકઅપ જીપ વચ્ચે અકસ્માત

copy image

થરાદ – સોચોર હાઇવે પર મેસરા પાસે સોચોર તરફથી પોતાની બોલેરો લઈ પટેલ અજમલભાઈ રામાભાઈ ચૌધરી સમાજના લોકો થાવર ચૌધરી સમાજનું સંમેલનનો કાર્યક્રમ પતાવી ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે સોચોર થઈ થરાદ તરફ આવતા સમયે તેમની બોલેરો ગાડી આગળ ભેંસો ભરેલી પીકઅપ જીપ હતી. ત્યારે બોલેરો જીપમાં સવાર લોકો અંદરોઅંદર ઝગડો થતાં બોલરો જીપ આગળ જતી પીકઅપ ગાડીને બોલેરો ચાલક ધડાકાભેર ટક્કર મારી.

આ અકસ્માતમાં પીકઅપ ગાડી ભેંસો સાથે ફગોળાઈ હતી અને બોલેરો પણ રોડ નીચે ઉતરી જતાં બોલેરો ચાલકના હાથમાં ફેક્ચર થયું હતું અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થઈ હતી. ઘટના સ્થળે લોકો દોડી આવી બંનેને થરાદની 108 મારફતે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.