કચ્છમાં વિવિધ સ્થળે સ્ટારલિંક જોવા મળતા કૌતુક ફેલાયુ


કચ્છના વિવિધ સ્થળોએ સોમવારે સ્ટારલિંક જોવા મળતા, લોકો અચંબો પામ્યા હતા. કેટલાક લોકો પૂર્વે પણ આની નોંઘ કરી અવગત થઈ ચૂક્યા છે. આકાશમાં જાણે કોઈ ચમકદાર ટ્રેન દોડી રહી હોય આવા દર્શ્યો કચ્છમાં અનેક જગ્યાએ જોવા મળ્યો હતો. લોકોએ આ દૃશ્યને પોતાના કેમેરામાં કેદ કર્યું અને સોશિયલ મીડિયા પર શેર પણ કર્યું હતું.
આ ટ્રેન ન તો તે ઉલ્કાપિંડ છે કે ન તો એ કોઈ એલિયન્સ છે. આકાશમાં ટ્રેન જેવો દેખાતો આ પ્રકાશ ઉપગ્રહ સિવાય બીજું કંઈ નથી. આ સામાન્ય રીતે સ્ટારલિંકના ઉપગ્રહો છે.