બોટાદ પીજીવીસીએલ વર્ગ-4ના કર્મચારીઓને વર્ગ-3માં સમાવેશ કરવા માંગણી, કલેકટર કચેરી મધ્યે આવેદનપત્ર આપવામાં આવ્યું

copy image

ગુજરાત રાજ્યમાં વિવિધ પડતર માંગણીઓને લઈ અલગ અલગ સંગઠન અલગ અલગ કર્મચારીઓ દ્વારા આવેદનપત્રો આપી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો  છે. ત્યારે બોટાદ શહેરમાં આવેલા પીજીવીસીએલ કચેરી મધ્યેના વર્ગ-4 ના કર્મચારીઓ દ્વારા પણ વર્ષોથી પોતાની પડતર માંગણીઓને લઈને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. છતાં પણ તેમની રજૂઆતનો કોઈ નિકાલ આવ્યો નથી. જેને લઇ આજરોજ બોટાદ કલેક્ટર કચેરી મધ્યે વર્ગ-4ના પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા કલેક્ટરમાં આવેદનપત્ર આપવામાં આવ્યું.

તેમની માંગણીઓ છે કે અન્ય જે સરકારી કર્મચારીઓ છે તેમની જેમ જ તેઓ કામકાજ કરે છે તો તેમને વર્ગ 4માંથી વર્ગ ૩માં લેવામાં આવે તેવી તેમની મુખ્ય માંગણીઓ છે. આજના આ આવેદનપત્રમાં ખૂબ જ મોટી સંખ્યામાં પીજીવીસીએલના કર્મચારીઓ હાજરી આપી હતી.