ચિત્રોડની બાદરગઢમાં બંધ ઘરમાંથી 8 લાખની ચોરી


પૂર્વ કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી ચોર ટોળકીએ આતંક ફેલાવ્યો છે, જેમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના બંધ ઘરોને નિશાન તાકી ચોરીઓને અંજામ આપવામાં આવે છે. હજુ 2 દિવસ પર્વે જ રાપર તાલુકાના ચિત્રોડ ગામે ધોળા દિવસે માત્ર સવા કલાકના સમયગાળામાં જ કબાટ તોડી રોકડ અને દાગીના મળી રૂ. 10.45 લાખની મત્તાની ચોરી થઈ હતી. જે ચોરી અંગે હજુ સુધી પોલીસ કઈ ખાસ કરી નથી શકી તેવામાં રાપર તાલુકાના જ બાદરગઢ ગામમાં ધમ બપોરે ખેડૂતના બંધ ઘરેને નિશાન તાકી અજાણ્યા સખ્શોએ રૂ. 8 લાખના ઘરેણા અને રોકડની મત્તા ચોરી જતા ચકચાર મચી હતી.
આ વિશે રાપર પોલીસ મથકેથી બાદરગઢ ગામમાં રહેતા ખેડૂત દેવાભાઈ માંડણભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદને ધ્યાને લઈને મળતી માહિતી અનુસાર બપોરે 11 થી 2 વાગ્યાના સમયગાળામાં તેમના બંધ ઘરમાં ચોર ઘૂસી આવ્યા હતા અને પતરાની પેટીમાં રાખેલા ઘરેણાની ચોરી કરી ગયા હતા.
જેમાં સોનાનો 1.60 લાખની કિંમતનો 40 ગ્રામ હાર, 1.60 લાખની કિંમતનો 40 ગ્રામનો દોરો, 40 હજારનો સોનાનો સિક્કો, 60 હજારની સોનાની બુટી, અડધા તોલાના 20 હજારના બે વેડલા, 4 હજારની નાકમાં પહેરવાની કડી, 16 હજારની સોનાની બે વીટી એમ મળી કુલ 4.80 લાખના સોનાના દાગીના જ્યારે ચાંદીના 25 હજારના કડલા, પગમાં પહેરવાની 8 હજારની બે ઝાંઝરી, છોકરાની 4 હજારની પોંચી, સિક્કા, 4 હજાર રૂપિયાનો જોડો તથા રોકડા રૂ. 2.85 લાખ મળી કુલ રૂ. 8 લાખની મત્તા chor લઈને ફરાર થઈ ગયા હતા, જે અંગે રાપર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે ફરિયાદના આધારે આગળ તપાસ હાથ ધરી છે.