એસીબી ની સફળ ટ્રેપ મુન્દ્રાના પત્રી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ૧૫૦૦ ની લાંચ લેતા ઝડપાયા

આ કામના ફરીયાદીની પત્નિના નામે રાષ્ટ્રીય પછાત વર્ગ નાણાં અને વિકાસ નિગમ, નવી દિલ્હી અને રાજ્ય સરકાર દ્રારા અમલીત સીધા ધિરાણ ’’Small Business’’ યોજના હેઠળ ગોપાલક વિકાસ નિગમ ગાંધીનગર ખાતેથી રૂ.૨,૦૦,૦૦૦/-ની (બે લાખ) લોન મંજુર થયેલ હોય જે લોનના જામીનદારના મકાનના આકારણી પત્રકમાં સહી સિક્કા સાથે પ્રમાણપત્ર મેળવવા માટે આરોપી મિતલબેન ભગવતીપ્રસાદ રાવલ,તલાટી કમ મંત્રી,પત્રી ગ્રામપંચાયત તા.મુંદરા,જી-કચ્છ (ભુજ) વર્ગ-૩ વાળાએ રૂ. ૧૫૦૦/- ની લાંચની માંગણી કરેલ, જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય ફરીયાદીએ એસીબીમાં ફરીયાદ કરતા આજરોજ ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આરોપી
મિતલબેન ભગવતીપ્રસાદ રાવલ,તલાટી કમ મંત્રી,પત્રી ગ્રામપંચાયત તા.મુંદરા,જી-કચ્છ (ભુજ) વર્ગ-૩ વાળા પાસે લાંચની માંગણી કરી રૂપિયા ૧૫૦૦/- સ્‍વીકારી, પકડાઈ જઈ આરોપી મિતલબેનને ડિટેઈન કરવામાં આવ્યા છે આ કામગીરીમાં પશ્ચિમ કચ્છ એસીબી પો.સ્ટે કચ્છ ભુજના અધિકારી શ્રી પી.કે.પટેલ, અને તેઓના સ્ટાફ તથા સુપર વિઝન અધિકારી : શ્રી કે.એચ. ગોહિલ મદદનીશ નિયામક એસીબી બોર્ડર એકમ ભુજ-કચ્છ.