વઘાસીમાં પશુપાલકની પાડી ભડકી જતાં ખેડૂતને મારમાર્યો

image-299

આણંદના વઘાસી ગામમાં રહેતા ખેડૂત પોતાના બળદને લઇ ઘરે જતા હતા તે દરમિયાન ગામના પશુપાલકની પાડી ભડકી જતાં તે ઉશ્કેરાઇ જઇ ખેડૂતને મારમાર્યો હતો.

વઘાસી ગામમાં રહેતાં પ્રિતેશકુમાર મનુભાઈ સોલંકી ખેતી કરે છે અને તેમની બાજુમાં ભાવેશ ભુપત સોઢા પરમાર પરિવાર સાથે રહે છે. પ્રિતેશકુમાર બળદો લઇને ઘરે આવતા હતા તે વેળાએ સાંજના સાતેક વાગ્યાની આસપાસ ભાવેશ સોઢા પરમાર, રણજીત સોઢા પરમાર  ઘર પાસે ઉભા હતા અને તેમની પાડી બાંધેલી હતી. પાડી પ્રિતેશકુમારના બળદોને જોઇ ભડકી હતી. તેથી બંને ભાઇ ઉશ્કેરાઇ ગયા અને અપશબ્દ બોલવા લાગ્યા હતા. આસપાસના લોકોએ મામલો થાળે પાડ્યો બાદમાં ભાવેશ ઘરે જતો રહ્યો હતો ત્યારે થોડીવારમાં ફરી લાકડાનો દંડો અને અન્ય ચાર ઈસમ સાથે દોડી આવ્યો હતો. ઝઘડો કરી પ્રિતેશ પર હુમલો કર્યો  જેમાં તેને ઇજા થઈ હતી. આથી, તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બાબતે પ્રિતેશકુમારની ફરિયાદ આધારે આણંદ ગ્રામ્ય પોલીસે ભાવેશ ભુપત સોઢા પરમાર, રણજીત ભુપત સોઢા પરમાર, અર્જુન જેસંગ સોઢા પરમાર, જુગતસિંહ જેસંગ સોઢા પરમાર સામે ગુનો દાખલ વધુ તપાસ હાથ ધરી છે.