કેશોદ પાસે એસટી અને ટ્રક વચ્ચે અકસ્માત : 20 લોકો ઘાયલ

image-300
copy image

તાલાલાનાં આંબળાશ ગામથી કેશોદ તરફ આવતી એસટી બસ અક્ષયગઢ નજીક પહોંચી ત્યારે સામેથી આવતા ટ્રક સાથે તકકરાઇ ગઈ હતી. અકસ્માત સર્જાતા 20 મુસાફરોને ઈજા થઈ હતી. તેમને 108 વડે સારવાર અર્થે ખસેડાયા હતા. 5 લોકોને વધુ સારવાર અર્થે જૂનાગઢ લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે. સદનસીબે જાનહાનિ થતાં ટળી હતી.

આ અકસ્માતની જાણ થતા જ 108ની ટીમ સ્થળ પર પહોંચવા નિકડી હતી. અને એરપોર્ટ રોડ ફરીને ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાંથી પસાર થઈ 13 મિનીટમાં જ 8 કિમીનું અંતર કાપી ઘટના સ્થળ પર પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા.