મૂળી-સરલા રોડ પર ટ્રકમાં ખામી થતાં અકસ્માત; 2નાં મૃત્યુ

copy image

મૂળી સરલા રોડ પર સોમવારે મોડી સાંજે ટ્રકમાં ખામી થતાં અકસ્માત સર્જાર્યો હતો. જેમાં 2 યુવકનાં મૃત્યુ નિપજતા સમગ્ર વિસ્તારમાં શોક છવાયું છે. જ્યારે પોલીસે ઘટનાસ્થળે જઇ વધુ તપાસ શરૂ કરી હતી. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મૂળી સરલા રોડ પર ટીકર પાસે મોડી સાંજે મોરબીથી સાયલા તરફ જઇ રહેલા એમપીના મજૂર પરિવારનાં 407 ટેમ્પોનો અકસ્માત થયો હતો. જેમા 2 યુવકને ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા.

જેમાં અન્ય 3 વ્યક્તિને નાની મોટી ઇજા થતાં તાત્કાલિક મૂળી 108નાં ઇએમટી રોહન દુલેરા અને પાયલોટ સંજયસિંહ ઝાલા દ્વારા સારવાર માટે ખસેડાયા હતા.પોલીસે ઘટનાસ્થળે જઇ વધુ તપાસ હાથ ધરી છે.