નેત્રંગ પાસે ચાલુ એસટી બસમાં મુસાફરનું ખીસ્સું કપાતા પોલીસે બસ ખૂંદી

image-303
copy image

મહારાષ્ટ્રના ચોપડાથી ભરૂચ જીલ્લાના જંબુસર મધ્યે જવા નીકળેલ એસટી બસ નેત્રંગ તાલુકામાં પ્રવેશ કરતા ડેડીયાપાડા બસ સ્ટેન્ડથી સવાર થયેલ શંકરભાઇ વસાવા નામના મુસાફરી ચાલુ બસમાં બુમાબૂમ  કરતાં મુસાફરની બુમોના પગલે બસના ડ્રાઇવર-કંડક્ટર ચોકી ગયા હતા અને તેઓએ મુસાફરની પુછપરછ કરતા તેની પાસે ખીસ્સામાં રહેલા રોકડા ૨૧ હજાર કોઈક સખ્શે ચોરી લીધા હોવાનું કહેતા એસટી બસના ડ્રાઇવર-કંડક્ટરે મુસાફરો સાથેની એસટી બસ નેત્રંગ પોલીસ મથકે લઇ ગયા અને પોલીસે ત્યાં બધા મુસાફરોની તપાસ કરતા ત્યાં લોકોનું ટોળું ઉમટ્યુ હતું અને પોલીસે આખી બસ ખુદી વળી છતાં કઈ હાથ લાગ્યું ન હતું. મુસાફર શંકર વસાવાએ બસનું ભાડું ચુકવવા માટે ખીસ્સામાંમાં હાથ નાખતા તેઓનું ખિસ્સું કતરાયું હોવાની જાણ થતાં ચોરીની ઘટનાની તેઓને જાણ થઇ હતી.