ઝઘડિયા તાલુકાના બે સ્થળો પરથી પોલીસે 60 હજારની કિંમતનો દારૂ ઝડપ્યો

copy image

ઝઘડિયા તાલુકાના અલગ અલગ બે સ્થળોએથી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને પકડી પાડ્યો હતો જયારે અન્ય બેને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.

ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ ઝઘડિયા તાલુકામાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, પાણેથા ગામના લીઝ વાળા વગામાં બીપીન પટેલના ખેતરમાં આવેલ ઓરડીમાં ગામના બુટલેગર રસિક રાયસંગ વસાવાએ વિદેશી દારૂનો જથ્થો છુપાવેલ છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડી પોલીસે સ્થળ પરથી 252 નંગ બોટલ મળી કુલ 30 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને પાણેથા ગામની નવી વસાહતમાં રહેતો બુટલેગર રસિક રાયસંગ વસાવાને પકડી પાડ્યો હતો. જયારે અન્ય એકને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરવામાં આવી છે. જયારે આ જ રીતે ઝઘડિયા પોલીસે દધેડા ગામના બુટલેગર રવિ શરાદ વસાવાના ઘરે દરોડા પાડ્યા સ્થળ પરથી વિદેશી દારૂની 189 નંગ બોટલ મળી કુલ ૨૯ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને બુટલેગરને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરવામાં આવી છે.