કલોલના એચ.એન કોમ્પ્લેક્ષની બાજુમાં ઝાડીઓમાંથી દારૂના જથ્થા સાથે 2 બુટલેગરો પકડાયા


કલોલ સીટી પોલીસ સ્ટેશનમાં ખાનગી રહે બાતમી મળતાં સ્થળ ઉપરથી 204 બોટલ દારૂ સાથે બે બુટલેગરોને હાઇવે રોડ ઉપરની ઝાડીઓમાંથી પકડી પાડવામાં આવ્યા હતા.
કલોલ પોલીસ સ્ટેશનના ટાઉન વિસ્તારમાં પોલીસ નાઈટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અચાનક જ ખાનગી રાહે બાતમી મળતાં એચ.એન કોમ્પલેસ આગળ બાતમીના આધારે જણાવેલા સખ્શોની શોધખોળમાં પોલીસ લાગી હતી. જેમાં એચ.એન કોમ્પ્લેક્સની બાજુમાં ઝાડીઓમાં બુટલેગરો થેલા સાથે જોવા મળતા પોલીસે તરત જ પકડી પાડ્યા હતા અને થેલાઓની તપાસ કરતાં થેલાઓની અંદર ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો હતી.
જેમાં બ્લેન્ડર પ્રાઈડ, રોયલ ક્લાસિક વિસ્કી આ બંને જાતના દારૂની કુલ 204 નંગ મળી હતી. જેની કુલ કિંમત રૂ. 25 હજાર 260 છે. જેમની વધુ તપાસ કરતાં આરોપીઓએ જણાવ્યું હતું કે તેઓ આ તમામ વિદેશી દારૂ રાજસ્થાનથી અલગ અલગ બસોમાં બેસીને કલોલ સુધી લાવ્યા હતા. જેમાં બંને આરોપીને નામ પૂછતાં (1) વિજય નારાયણસ્વામી રેડ્ડી (2) ધીરજ મનોજભાઈ મોતીયાણી જણાવ્યું હતું. પોલીસે આ બંને આરોપી અને દારૂનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.