વીંછિયા – અમદાવાદ હાઈવે પર બોલેરો અને પીકઅપ વાન અથડાતાં અકસ્માત

copy image

વીંછિયા -અમદાવાદ હાઈવે પર આવેલા થોરીયાળી ગામ પાસે બોલેરો પીકઅપ વાન અને કાર અચાનક સામસામે ધડાકાભેર ભટકાતાં બંને વાહનોના આગળના ભાગનો કચ્ચાંઘાણ થઈ ગયો હતો. આ અકસ્માત સામાન્ય વરસાદના લીધે રોડ પર પાણી ભરાતા થયો હોવાનું જાણવા મળ્યું.

આ અકસ્માતથી સેવાભાવી લોકો એકત્ર થઈ ગયા હતા અને બંને વાહનચાલકોને સામાન્ય ઈજા થઈ હોવાથી સારવાર માટે ખસેડાયા હતા. જો કે કોઇ મોટી જાનહાનિ ન થતાં લોકોએ રાહત અનુભવી હતી. વીંછિયાથી થોરીયાળી ગામ સુધીના રોડમાં ઠેરઠેર ખાડાઓ પડી ગયા હોવાથી સામાન્ય વરસાદમાં રોડ પર પાણી ભરાઈ જવાટી અવારનવાર નાનામોટા અકસ્માતો સર્જાય છે. છતાં જે તે જવાબદાર તંત્ર દ્વારા રોડને રીપેર કરવામાં ન આવતો હોવાથી અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે. જેથી જવાબદાર તંત્ર દ્વારા વીંછિયાથી થોરીયાળી ગામ સુધીના રોડમાં પડેલા ગાબડાઓને પુરવાની કામગીરી કરવામાં આવે તેવું વાહનચાલકો ઈચ્છા દર્શાવી છે.