ચોટીલા પોલીસ મથકમાં PIની ચેમ્બરમાં પોલીસ ઈન્સ્પેકટરની સામે 2 સંતાનની માતાએ ફિનાઈલ ગટગટાવતા દોડધામ મચી

copy image

ચોટીલા પોલીસ સ્ટેશનમાં પીઆઈ ચેમ્બરમાં પોલીસ ઇન્સ્પેક્ટર સામે 2 સંતાનની માતાએ ફિનાઈલ પીધું હતું.આ ઘટનાને લઇ પોલીસ સ્ટેશનમાં દોડધામ મચી હતી. આ બનાવ વિશે જાણવા મળતી પ્રાથમિક વિગતો અનુસાર ચોટીલા હરિધામ સોસાયટીમાં રહેતા મૂળ મોકાસરના વતની મનીષાબેન લગ્ન જસદણના રાજવડલા ગામમાં સમાજનાં રીત રીવાજ અનુસાર કન્સ્ટ્રક્સનનો વ્યવસાય કરતાં સુરેશભાઇ સોલંકી સાથે 12 વર્ષ પહેલા થયા હતા. તેઓને 2 સંતાન છે.

આ દરમિયાન તેઓની સાથે અલ્કા નામની યુવતી કામ કરવા આવતી હતી. જેની સાથે તેઓએ ગત એપ્રિલ મહિનામાં ઘરેથી કોઇને જાણ કર્યા વિનાબાળકો અને પત્નીને મૂકીને જતા રહ્યા હતા. અને તેઓએ પછી પરિવારને તેમના લગ્નનું સર્ટિ મોકલાવ્યું હતું.આથી પોલીસ બંનેને ચોટીલા પોલીસ મથકે લઇ આવ્યા છે. 2 સંતાન અને માતાને તરછોડી ખોટા આધારોથી બીજા સાથે લગ્ન કરનાર તેના પતિ વસામે ગુનો નોંધાવી ન્યાય અપાવવા મનીષાબેન રજૂઆત કરવા પીઆઈ પાસે ગયા અને થોડા સમયમાં ચેમ્બરનાં અધિકારી બહાર દોડી આવી દવા પી ગયાનું કહેતા દોડધામ મચી ગઈ હતી.

જ્યારે મહિલાને હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાઈ હતી. આ રીતે પત્ની અને સંતાનો તરછોડી જતા રહેનાર યુવકની પત્ની ઉપરાંત તેની સાથે બીજી પત્ની બનનાર યુવતીનાં પરિવાર દ્વારા પણ પોલીસને એપ્રિલ મહિનામાં ફરિયાદ માટે લેખિત અપાઇ છે. પરંતુ ગુનો દાખલ કરવાને બદલે સમગ્ર પ્રકરણ અરજી ઉપર રહેતા તેની રજૂઆતમાં કોઇ કારણોસર મનીષાબેને ફિનાઈલ ગટગટાવ્યું છે.