વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનના કર્મીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો

kutchcarelogo-12

વણાંકબોરી થર્મલ પાવર સ્ટેશનમાં વીજ ઉત્પાદન કોલ પ્લાન્ટમાં 40 વર્ષથી ફરજ બજાવતા કામદારો વિવિધ માંગણીઓ સાથે કાળી પટ્ટી પહેરી વિરોધ નોંધાવ્યો હતો. જેમાં વર્ષો જૂના કામદારોને બદલે એક વર્ષ અપ્રેન્ટીસશીપ કરેલા કામદારોને નિમણૂક આપતા ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી.

થર્મલ પાવર સ્ટેશનમાં હાલમાં 800 વી.એસ.હેલ્પરની જગ્યાની જાહેરાત કરવામાં  હતી. જેમાં 40 વર્ષથી કામ કરી રહેલા કામદારો નિમણૂક ન કરતા અનુભવી કામદારો દ્વારા તમામ કચેરીઓમાં આવેદનપત્ર પાઠવી સાથે મુખ્યમંત્રીને પણ અરજી કરાઈ હતી. જેમાં અનુભવ ધરાવતા કામદારોની નિમણૂંક કરવા, સમાન કામ સમાન વેતન મળે, ગ્રેજ્યુઇટી સાતમા પગાર પંચના પગાર વધારા અનુસાર સિનિયોરિટી મુજબ કરવામાં આવે, બોનસ વર્ષોથી 8.33 ટકા છે જે વધારવામાં આવે જેવી માંગો કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.

તમામ માંગોનો આજ દિન સુધી કોઇ પણ પ્રકારનો નિરાકરણ ન આવતા કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી પહેરી વિરોધ પ્રદર્શન કરાયો હતો તથા 4 ઓક્ટો. સુધી યોગ્ય ઉકેલ ન આવતા ગાંધીનગરથી આમરણ ઉપવાસ ઉપર જવાની ચીમકી અપાઈ હતી.