મારી પત્નીની દુકાન પરનું પોસ્ટર કેમ ફાડ્યું કહીં તેવું કહી 3 શખ્સએ કર્યો હુમલો, મિત્રને બચાવવા જતાં યુવકનું ખંજર વાગતા મૃત્યુ

copy image

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં દુકાન પર પોસ્ટર ફાડવા મામલે 3 સખ્શોએ એક યુવકની હત્યા નિપજાવી છે. સમગ્ર બાબતે મેઘાણીનગર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રિતેશ શાહ નામનો યુવક તેના મિત્રો સાથે ગરબા જોવા ગયો હતો. મંગલમ સ્કૂલ સામે ગરબા જોઈ રહ્યો હતો તે દરમિયાન રાત્રે સવા બાર વાગ્યાના અરસામાં મહેન્દ્ર ઉર્ફે માઈકલ શર્મા, અચલ ઉર્ફે સૌરભ શર્મા અને મીનકુ શર્મા ત્યાં આવ્યા હતા. મહેન્દ્ર રિતેશને કહેવા લાગ્યો હતો કે મારી પત્નીની દુકાન પર લગાવેલું પ્લાસ્ટિકનું પોસ્ટર કેમ ફાડી નાખ્યું. ગંદી ગાળો બોલવા માંડ્યો હતો જેથી રિતેશે ગાળો બોલવાની ના કહી હતી.

ઉશ્કેરાઈ જઈને મહેન્દ્ર રિતેશ અને તેના મિત્રોને ગડદા પાટુનો માર મારવા લાગ્યા હતા. મહેન્દ્ર અને મીનકુએ રિતેશને પાછળથી પકડી રાખ્યો અને અચલે તેના પેન્ટમાં છૂપાવેલું ખંજર કાઢીને મારવા જતો હતો ત્યારે રિતેશનો મિત્ર વિશાલ ગુપ્તા છોડાવવા વચ્ચે પડતાં જમણા પગના ભાગે અને ડાભા પગના ભાગમાં ખંજર વાગતા વિશાલને પગમાંથી લોહી વહેવા લાગ્યું હતું.

બાદમાં રિતેશ અને અન્ય મિત્ર અંકિતને ત્રણેય સખ્શોએ નીચે પાડી દઈ ગડદા પાટુનો માર મારવા લાગ્યા હતા. આસપાસના લોકો એકઠા થતાં ત્રણેય ત્યાંથી ભાગી ગયા હતા. વિશાલ ગુપ્તાને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેનું મૃત્યુ નીપજયું હતું. આ સમગ્ર બાબતે રિતેશે ત્રણેય સખ્શો સામે હત્યાની ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.