મધ્યપ્રદેશના શ્રમિકે નાના કપાયામાં લીમડાના ઝાડ પર લટકીને આત્મહત્યા કરી

મુંદરા તાલુકાના નાના કપાયા ગામમાં મધ્યપ્રદેશના યુવાને ઝાડ પર લટકીને આત્મહત્યા કરી હતી. મુન્દ્રા પોલીસે પાસેથી મળતી માહિતી અનુસાર , અહીં શક્તિનગરમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના 32 વર્ષિય સંતોષ શ્રીરામ નામના યુવકે ગત 30 તારીખની રાતથી પહેલી તારીખની રાત દરમ્યાન આ અંતિમ પગલું ભરી લીધું હતું. સોધમ એપાર્ટમેન્ટની સામે આવેલ લીમડાના ઝાડમાં કપડાની રસ્સી બાંધીને કોઈ અગમ્ય કારણોસર શ્રમિકે ગળેફાંસો ખાઈ લેતા મૃતદેહને હોસ્પિટલમાં ખસેડીને પરિવારને જાણ કરાઈ હતી.