ડાંગના સુબિર તાલુકાના ઝરણ ગામમાં બાળક ભુગર્ભમાં પડી જતાં મોત


ડાંગના સુબિર તાલુકાના ઝરણ ગામમાં 3 વર્ષનું બાળક ક્યારે રમતાં-રમતાં ભુગર્ભ ટાંકીમાં પડ્યું એની જાણ જ કોઈને ન રહી હતી અને જયારે તપાસ કરી તો બાળકની લાશ મળી હતી.
ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના ઝરણ ગામમાં 3 વર્ષના તુષાર હરેશ ખુરકુટે રમતાં-રમતાં ઘરનાં આંગણાની પાણીની ભુગર્ભ ટાંકીનું ઢાંકણું ખુલ્લું રહી જતાં તેમાં પડી ગયો હતો. જેની ઘરના લોકોને કોઈ જ જાણ થઈ ન હતી. અડધો કલાક પછી તુષાર નામનાં બાળકની ઘરમાં અને આસપાસ શોધખોળ કરાવા છતાં બાળક ન મળતાં તેની માતાને ભુગર્ભમાં પડી ગયો હોય તેવી આશંકા જતા તેમા ઉતરી અને તપાસ કરતા તેમાંથી બાળક મૃત હાલતમાં મળી આવતા તેની માતા ત્યાં બેભાન થઈ પડી હતી ઉપરાંત પરિવારના માથે તો જાણે આભ તુટી પડ્યું હતું. બનાવની જાણ સમગ્ર પરિવાર સહિત ગામને જાણ થતાં લોકો હીબકે ચડ્યા.