ગરબા જોઈ પાછા ફરી રહેલા કાંકરેજના વિભાનેસડાના યુવકનું અકસ્માતમાં મોત


કાંકરેજ તાલુકાના વિભા નેસડા ગામના બે યુવકો બાઈક ઉપર ગરબા જોઈ પરત આવતા હતા. તે સમયે માર્ગમાં બાઈક વીજ ડીપીના થાંભલા સાથે ભટકાતાં અકસ્માત થયો હતો. જેમાં એક યુવકનું ઘટના સ્થળે મૃત્યુ નીપજયું હતું. જ્યારે પાછળ બેઠેલા યુવકને ઇજા પહોચતા સારવાર માટે ખસેડાયો હતો.
કાંકરેજ તાલુકાના વિભાનેસડા ગામના કલ્પેશજી ચંદુજી પરમાર તથા તેમના કુટુંબીભાઈ પુનાજી ભાવાજી પરમાર બાઈક નંબર જીજે. 02. બીજે. 4947 લઈ ને વખા ગામમાં ગરબા જોવા માટે ગયા હતા. જ્યાંથી રાત્રે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ગોઠડા ગામ થી કંથેરીયા પાટીયા તરફ જતા માર્ગના વળાંકમાં પુનાજીએ સ્ટેયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા બાઈક રસ્તાની બાજુમાં વીજ ડીપીના સિમેન્ટના થાંભલા સાથે ભટકાઈ ગયું હતું. જેમાં પુનમાજીને ગંભીર ઇજાઓ પહોચતા મૃત્યુ નીપજયું હતું. કલ્પેશજીને ઇજા પહોચતા સારવાર માટે ખસેડાયા હતા.