તરસાડીના મોટા મંદિરે ગરબામાં નશાખોરો આવી ચઢતાં લોકોએ મેથીપાક ચખાડ્યો

copy image

તરસાડીમાં મોટા મહાદેવ મંદિર ખાતે આયોજિત ગરબામાં દારૂ પીને ગરબા રમતા 4 યુવકને મંદિરના સંચાલકોએ અટકાવતાં તેમની સાથે નશામાં ધૂત યુવકે મગજમારી કરી હતી, જેને પગલે ત્યાં લોકોએ નશાખોર યુવકોને મેથીપાક ચખાડ્યો હતો. તરસાડી અને કોસંબા નગરમાં મોટા મહાદેવ મંદિર ખાતે સાર્વજનિક નવરાત્રી મહોત્સવનું આયોજન મંદિરના પટાંગણમાં આવેલ અંબાજી મંદિરની સામે થાય છે. જેમાં મોટા પ્રમાણમાં યુવક યુવતીઓ ગરબે ઘૂમવા આવે છે.

ગરબા મહોત્સવમાં મહિલાઓની છેડતી અને બીભત્સ ચેનચાળા કરતાં હતાં, જેથી ગરબાના આયોજક મંદિરના સંચાલકોએ આ યુવકોને બે થી ત્રણવાર ગરબામાંથી બહાર મહિલાઓની સલામતી માટે કાઢી મુક્યા હતાં. પરંતુ થોડી થોડી વારે ગરબાની વચ્ચે આવી તેઓએ પોતાની અસ્માજિક પ્રવૃત્તી ચાલુ રાખતાં મંદિરની સંચાલકોએ તેમને ગરબાની બહાર કાઢવાનો પ્રયત્ન કરતાં મંદિરના સંચાલકો સાથે તેમણે ઝઘડો વહોરી લીધો હતો. જેથી ત્યાં હાજર લોકોએ નશા યુક્ત નશાખોર યુવકની ધુલાઈ કરી દીધી હતી. આ ઘટનાની જાણ કોસંબા પોલીસને થતાં તાત્કાલિક કોસંબા PI એચ. બી. ગોહિલ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને નશાખોર યુવકોની અટકાયત કરી હતી.