પાણીગેટ-વાસણા રોડ પરથી 28,000ની ઇ-સિગારેટ કરાઈ કબ્જે

પાણીગેટ અને વાસણા રોડ પરની દુકાનોમાં રેડ પાડી રૂા.28,000નો ઇ-સીગારેટનો જથ્થો જપ્ત કરી બે લોકો સામે તપાસ હાથ ધરાઈ છે.

મહાવીર ચાર રસ્તા નજીક શ્રીજી પાન ચલાવતાં હિરેન તંબોળી (રે.વાઘોડિયા રોડ) અને વાસણા રોડ પર રેડીફૂડના માલિક અમીત સુરેશભાઈ ચાવડા (રે.વાસણા રોડ) ઇલેક્ટ્રીક સીગારેટોનું વેચાણ કરે છે તેવી બાતમીના આધારે એસઓજી પીઆઈ ચિરાગ ટંડેલની ટીમોએ દરોડો પાડી પ્રતિબંધીત ઇ-સીગારેટ ઝડપી [આદિ બંને પાનપાર્લરોના માલીકો સામે પ્રોહીબીશન ઓફ ઇલેક્ટ્રોનીક સીગારેટ્સ અનુસાર કાર્યવાહી કરી બંનેને ઝડપ્યા હતાં. શ્રીજી પાનમાંથી રૂા.6050, રેડીફૂડમાંથી રૂા.21,700નો જથ્થો પકડાયો હતો.