તળાજા તાલુકાના ગામોમાં રોડ પર ઢંકાયેલા બાવળોથી વાહન ચાલકો પરેશાન ,ત્રાહિમામ પોકારી ઉઠ્યા


તળાજા તાલુકાના ગામોમાં બાવળોએ રોડ પર આવી જતાં આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો ત્રસ્ત થયા છે છતા તંત્ર દ્વારા આ સમસ્યા નિવારવા કોઇ પ્રયત્નો કરવામાં નથી આવતા. તળાજા તાલુકાના બેલા,ચુડી,હમીરપરા, રાજપરા નં ૨, સાંખડાસર નં ૨, દીહોર, સમઢિયાળા, ભદ્રાવળ, જેવા અંતરિયાળ ગામના પાકાં રોડ ઉપર બંને સાઇડ ગાંડા બાવળોએ અડીંગો જમાવ્યો છે, જેના લીધે નાના વાહન ચાલકોને મુશ્કેલીઓ વેઠવી પડે છે
રોડની બંને સાઇડ ત્રણ ફુટ માટી કામ કરી જંગલ કટીંગ કરાય છે પણ અત્યારે રોડ ઉપર ત્રણ ચાર ફુટ બાવળો આવી ગયાં છે, દર વર્ષ માર્ગ મકાન વિભાગ દ્વારા કામ તો કરાય છે પણ હમણા જ બેલાથી ચુડી સુધી જંગલ કટીંગ કરવા માટે જેસીબી આવ્યું હતું પણ આ છેડે થી ઓલા છેડે આંટો મારીને જતું રહ્યું.