પસુંજમાં કેનાલમાં કાર પાડી જતાં સ્થાનિક 1 પરિવારે વડે 2 યુવાનનો આબાદ બચાવ કરાયો

copy image

પસુંજ નજીક નર્મદા પેટા કેનાલમાં કાર પડી યોગ્ય સમયે એક સ્થાનિક પરિવારે યોગ્ય સમયમાં દોરડું પાઇપ નાખતાં, દોરડા પાઇપના સહારાઠી બહાર આવતા કારમાં સવાર 2 મુસાફરનો આબાદ બચાવ કરાયો હતો. બનાવની જાણ થતાં સ્થાનિકો એકત્ર થઈ જતા હાઈડ્રોલિક ક્રેનની મદદથી કાર કેનાલમાંથી બહાર કઢાઈ હતી.

દહેગામ તાલુકાના ખાનપુર ગામના 2 યુવાન કાર લઈ પસુંજની સીમમાંથી પસાર થતી નર્મદા પેટા કેનાલની સાઈડના રોડ પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર કેનાલમાં પડી ગઈ હતી. કાર કેનાલમાં પડતાં બંને યુવાનોએ હાથ લંબાવી બચાવોની બુમો પાડી મદદ માગતા કેનાલ નજીક આવેલા કનુભાઈ સોમાભાઈ ઠાકોરના મકાનના રહીશોની નજર પડી ગઈ  હતી. કનુભાઈના પરિવારજનો તારણહાર બની ઘરમાંથી દોરડું અને પાઇપ લઈ કાર સુધી દોરડું પાઇપ ફેકતા દોરડા અને પાઈપના સહારાઠી યુવાનો કેનાલમાંથી બહાર આવી જતા આબાદ બચાવ થયો.

કાર કેનાલમાં પડતાં યુવાનો ડરી ગયા હતા. તેઓને તેઓના ગામ ખાનપુર મોકલી આપવામાં આવ્યા હતા. પછી સ્થાનિકોએ સ્થાનિક તરવૈયાને કેનાલમાં ઉતારી કાર ચેઇનથી બાંધી હાઈડ્રોલીક ક્રેનની મદદથી કાર ઉંચી કરી કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી.