બોરસદના દહેમી ગામમાં ગૌવંશની કતલ કરી ગૌમાસ વેચનારા 4 ઇસમો પકડાયા

copy image

બોરસદમાં રહેતા ગૌરક્ષક ચંદ્રેશકુમાર પટેલ તેમના મિત્ર સાથે આણંદ ચોકડી પર મળ્યા હતાં. તેઓ ફરતા ફરતા દહેમી ગામમાં ગયાં હતાં. જ્યાં જાણવા મળ્યું કે દહેમી – નાપાડ રોડ કંકોઇ તલાવડી સીમ વિસ્તારમાં ઇમરાન ઇકબાલ રાણા (રહે.નાપા વાંટા)એ તેના સસરા માનસીંગ ગમાનસિંહ રાઠોડના ઘર પાસે વાછરડાનું કટીંગ કર્યું છે અને નાના નાના ટુકડા કરી વેચવા માટે જઈ રહ્યો છે. આ હકિકત જાણતા ચંદ્રેશ પટેલે બોરસદ ગ્રામ્ય પોલીસને જાણ કરી આથી, ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને પોલીસ સાથે ઘટના સ્થળે પહોંચી રેડ પાડી હતી.

દરોડા દરમ્યાન સ્થળ પરથી એક ઈસમની ધરપકડ કરી હતી. જેનું નામ પુછતા તે ઇમરાન ઇકબાલ રાણા (ઉ.વ.32) હોવાનું જણાવ્યું હતું. તેની પાસે રહેલા કાપડના થેલાની તલાસી લેતાં તમામ પશુઓના માંસના ટુકડા જોવા મળ્યા આથી, આસપાસમાં તપાસ કરતાં બે લોખંડના માંસ કટીંગ કરવાના છરા, લોખંડની કટીંગ કરવાની છરીઓ મળી હતી. આ વિશે પશુ ચિકિત્સાલયમાં નમુના મોકલવામાં આવતા તે માંસ ગૌવંશના હોવાનું સામે આવ્યું હતું.

આ વિશે પુછપરછ કરતાં તે આ ગૌવંશ નાપા વાંટા ગામના ચડ્ડીપુરા વિસ્તારમાં રહેતા પ્યારેસાહેબ ઉદેસીંગ રાણા પાસેથી લાવ્યો હતો. આ કેસમાં બોરસદ ગ્રામ્ય પોલીસે પ્યારેસાહેબ ઉદેસીંગ રાણા, માનસીંગ ગમાનસીંગ રાઠોડ, રમેશ ઉર્ફે મહેશ નાનજી વણકર અને ઇમરાન ઇકબાલ રાણા વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.