કાલાવડ ચેકડેમમાં ડૂબી જવાથી 2 બહેનોના મોત

copy image

જામનગર જિલ્લાના કાલાવડ રણુજા હાઈવે પર આવેલા ચેકડેમમાં અકસ્માતે બે સગી બહેનો પડી જતાં મૃત્યુ નિપજ્યાં હતા. ફાયરબ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યું હતું પરંતુ બે બંનેને બચાવે તે પૂર્વે જ તેમનું મોત થયું હતું. આ ઘટનાથી આજુબાજુના વિસ્તારમાં  શોક પ્રસરી ગયો છે.

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા હાઈવે પર જેપીએસ સ્કૂલ નજીક ઝૂંપડા બાંધીને રહેતા પરિવારની બે બાળકી અંજલી દેવજીભાઈ દેલવાડીયા (ઉ.વ.9) અને કુંજલ દેવજીભાઈ દેલવાડીયા (ઉ.વ.11) નામની બે બાળકી પાસે આવેલા ચેકડેમમાં સાંજના સમયે અકસ્માતે પડી જવાથી બંને ડૂબવા મંડી હતી. જે વિશે ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરબ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા અને શોધખોળ હાથ ધરતા બંને બહેનોના મૃતદેહ બહાર આવતા ભારે અરેરાટી ફેલાઈ છે. પોલીસે બંને બાળકીઓના મૃતદેહનો કબજો મેળવી તપાસ હાથ ધરી છે.