ગોવિંદપુર ગામની સીમમાં સાપ કરડવાથી બાળકીનું મોત

મુળ દાહોદના સલરા અને હાલ ધારી તાલુકાના ગોવિંદપુરની સીમમા ખેતમજુરી કામ કરતી એક મહિલા પોતાની બાળકી સાથે કપાસ વિણી રહી હતી તે સમયે સર્પે બાળકીને દંશતા બાળકીનુ સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતુ. મુળ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સલરા ગામના અને હાલમાં ગોવિંદપુરની સીમમા રહી ખેતમજુરી કામ કરતા કમલેશભાઇ ભેદીની પાંચ વર્ષની દીકરી હિના તેમના માતા સાથે વિઠ્ઠલભાઇ કુરજીભાઇ નસીતની વાડીમા ગયા હતા.

માતા પોતાની દીકરીને સાથે રાખી અહી કપાસ વિણી રહી હતી તે સમયે અચાનક સર્પે બાળકીના પગમા દંશતા બાળકીને સારવાર માટે પ્રથમ ધારી અને બાદમા જુનાગઢ અને વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવી હતી. જયાં તેનુ સારવાર દરમિયાન મૃત્યુ થયુ હતુ. ઘટના અંગે હેડ કોન્સ્ટેબલ અનિરૂધ્ધભાઇ વાળા આગળની તપાસ ચલાવે છે.