ટંકારાના મીતાણા ગામ પાસે કાર ઝાડ સાથે ટક્કરાતા 2ના મોત 2 ઇજાગ્રસ્ત

copy image

ટંકારાના મીતાણા પાસે ઓવરબ્રીજ પાસે વહેલી સવારના અરસામાં એક સ્વીફટ કાર ઝાડ સાથે ધડાકાભેર ટક્કરાઈ હતી. જેમાં કારમાં સવાર 4માથી 2 વ્યકતીઓના મોત થતાં હતા. તો અન્ય બેને સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

મોરબી રાજકોટ હાઈવે પર આવેલ મીતાણા ગામના ઓવરબ્રીજ પાસે વહેલી સવારના અરસામાં એક સ્વીફટ કાર જીજે 03 ઈઆર 4200 ધડાકાભેર ઝાડ સાથે ભટકાઈ હતી. જેમાં સવાર મોરબીના નવી પીપળી ગામમા રહેતા જય જીતેન્દ્રભાઈ ચાવડા (ઉંવ.26)નું ઘટના સ્થળે મોત થયું હતું. તો રોહિતભાઈ ડાયાભાઇ કોળી રહે-ત્રાજપર, મોરબી, રૂપેશભાઈ મનજીભાઈ ધોળકિયા તથા ત્રાજપરના રહેવાસી ગોપાલભાઈ અગેચાણીયા રહે-ત્રાજપર, તા. મોરબીને સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં રોહિતભાઈ કોળીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે રૂપેશભાઈ ધોળકીયા અને ગોપાલભાઈ અગેચાણીયાને સારવાર અર્થે રાજકોટ ખસેડાયા  હોવાની પ્રાથમિક માહિતી મળી છે.


આ ઘટના વિશે સ્વીફટ કારમાં સવાર તમામ યુવાનો રાજકોટથી ગરબી જોઇને પાછા મોરબી ફરતા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હોવાની સુત્રોમાંથી માહિતી મળેલ છે. બે યુવાનોના મૃત્યુને પગલે પરિવારજનોમાં પણ શોક પ્રસર્યો છે. બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરાતા ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.