મોડાસાના મુલોજ ગામમાં જમીન બાબતે ભત્રીજાએ કાકાને માર મારતા ફરિયાદ નોંધાઈ

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મુલોજ ગામમા તમારા ભાગની જમીન મને કેમ આપતા નથી કહી ભત્રીજાએ કાકાને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી માર મારતા કાકાએ ભત્રીજા સામે મોડાસા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે.

મુલોજ ગામના બદાજી શકરાજી વિસાત દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હાજર હતા તે સમયે ભત્રીજો જીવાભાઇ નવાભાઇ વિસાત નાઓ તેમના ઘર નજીક રોડ ઉપર આવીને કહેતો હતો કે તમારા ભાગની જમીન કેમ મને આપતા નથી તમારે કોઈ ખાવા વાળું નથી તેમ કહી  અપશબ્દો બોલી બદાજી વિસાતને ધક્કો મારી નીચે પાડી ગડદા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બદાજી શકરાજીએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમા જીવાભાઇ નવાભાઇ વિસાત રહે. મુલોજ સામે ગુનો દાખલ કરાવતા મોડાસા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.