સરસ્વતીના વડું ગામ પાસે કેનાલમાં પિતરાઈ ભાઈ-બહેનના ડૂબી જતા મૃત્યુ

સરસ્વતીના વડું ગામ પાસે પસાર થતી સુઝલામ સૂફલામ કેનાલમાં પિતરાઈ ભાઈ બહેન ડૂબતા સ્થાનિક તરવૈયા અને પાલિકાની ટીમ દ્વારા બંનેના મૃતદેહ શોધી કાઢાયા હતા. મામા-ફઈના ભાઈ-બહેનના મૃત્યુ થતા પરિવારમાં શોક છવાયો હતો.
સરસ્વતી તાલુકાના વડું ગામ પાસેથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં બે પિતરાઈ ભાઈ બહેન ડૂબ્યા હોવાની જાણ થતા પાટણ પાલિકાની ફાયરની ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓએ કેનાલમાં શોધખોળ હાથ ધરી હતી. શોધખોળ દરમિયાન કેનાલમાંથી મીતાબેન પટણી અને રવિ પટણીના મૃતદેહ મળ્યા હતા.