વડોદરા હાલોલ હાઇવે પર અકસ્માત: 10 લોકોના મોત


વડોદરા હાલોલ રોડ પર ગઈકાલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કુલ 10 લોકો મોતનું મૃત્યુ નીપજયું છે. આ પૈકી સાત મૃતકોની ઓળખ થઈ છે પરંતુ એક મહિલા, એક બાળક અને એક કિશોર મળીને ત્રણ મૃતકોની ઓળખ થઈ સાકી નથી. હરણી પોલીસ મથકે આ મૃતકોની ઓળખ અને તેમના વાલી વારસોની શોધ કરાઈ રહી છે. જે કોઈને આ અંગે કોઈ જાણકારી હોય તો ઉપરોક્ત પોલીસ મથકને જાણ કરી સહયોગ આપવા લોકોને અનુરોધ કરાયો છે.
મૃતકો પૈકી આશરે 44 વર્ષની મહિલા શ્યામવર્ણ અને મજબૂત બાંધો ધરાવે છે. એમણે લીલા રંગનું બ્લાઉઝ અને દૂધિયા લીલા રંગની ચોકડીવાળી સાડી પહેરી છે. આશરે 10 વર્ષની ઉંમરના મૃતક બાળકે રાખોડી રંગનું ટી શર્ટ અને કાળા રંગનું જીન્સનું પેન્ટ પહેર્યા છે એના હાથ પર પીળો દોરો બાંધેલો છે. જ્યારે આશરે 15 વર્ષની ઉંમરના મૃતક કિશોરે પીળા રંગનું ખમીસ અને વાદળી રંગનું જીન્સનું પેન્ટ પહેર્યા છે.