‘જોઉ છું દવાખાનું કેવી રીતે ખોલે છે’ કહી સે.21માં ડોક્ટરને મારમારતા 7 સખ્શ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

સેક્ટર 21મા કમલમ કાર્યાલય નજીક રસ્તા વચ્ચે મુકેલી રીક્ષાને ડોક્ટરે સાઇડમાં હટાવવાનું કહ્યુ હતું. જેને લઇને રીક્ષા ચાલક ઉશ્કેરાઇ જઈ ગાળાગાળી કરવા લાગ્યો હતો. આ અંગે તબીબે ગાળાગાળી કેમ કરતો હતો, પૂછતા ધમકી આપી હતી અને અન્ય માણસો બોલાવી તબીબના દવાખાનામા જઇને મારામારી કરી. આ ઘટનાને લઇને તબીબે સેક્ટર 21 પોલીસ મથકમા 7 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી.

પરેશ મોતીભાઇ ચૌધરી (રહે, છાલા, ગાંધીનગર) સેક્ટર 21 કમલમ કાર્યાલય નજીક સ્માઇલ સ્ટોન નામથી દાંતનુ દવાખાનુ ધરાવે છે. તેઓ બુધવારે સવારે કાર પાર્ક કરવા માટે પાર્કિંગમા કાર મુકવા જતાં હતા તે દરમિયાન રસ્તામાં એક રીક્ષા પડેલી હતી. જેથી રીક્ષા ચાલકને રીક્ષા સાઇડમા ઉભી રાખવાનુ કહેતા રીક્ષા અહિંથી નહિ હટે, તારે જવુ હોય તો બીજા રસ્તેથી જા. જેથી ડોક્ટરે પોતાનો પરિચય આપ્યો હતો અને તેનુ દવાખાનુ અહિંયા જ છે તેમ કહ્યુ હતુ. , જેથી વિનંતી કરતા રીક્ષા હટાવી લીધી હતી.

ડોક્ટરે રીક્ષા ચાલકને કયા ગામનો છે કહેતા થોડીવાર પછી તને ખબર પડશે કે હુ કયા ગામનો છુ કહ્યુ હતુ. જ્યારે ડોક્ટર તેના દવાખાનામા ગયા પછી એકાદ કલાક બાદ કેબીનમાં 7 જેટલા લોકો ઘુસી આવ્યા હતા અને સીધી જ મારામારી કરવા માંડ્યા હતા. અમે રબારીના છોકરા છીએ, તુ દાદાગીરી કરતો હતો અને કાલથી તુ કેવુ દવાખાનુ ખોલે છે ? કહી મારામારી કરી હતી. એક ઇસમે હુ ઇન્દ્રોડાનો વિક્રમ રબારી છુ અને તુ પોલીસ ફરિયાદમાં પડતો નહિ, નહિતર ગાંધીનગર ભુલવાડી દઇશ કહેતા માર માર્યો હતો.