ઉનાવામાંથી 10 બકરીઓની તસ્કરી કરનાર આરોપીને મહેસાણા SOG ટીમે કડીથી પકડી પાડ્યો

copy image

મહેસાણા જિલ્લામાં આવેલા ઉનાવામધ્યે 3 ઓક્ટોબર દરમિયાન અસરફ ગેસ્ટ હાઉસ સામે આવેલા વાડામાં બાંધેલી 10 જેટલી બકરીઓની ચોરી થયાની ફરિયાદ ઉનાવા પોલીસ મથકમાં દાખલ કરવામાં આવી હતી. સમગ્ર બાબતે મહેસાણા SOG ટીમને બાતમી મળતા પોલીસ આરોપીને કડી મધ્યેથી ઝડપી પાડ્યા હતા.

મહેસાણા SOG ટીમ કડી પોલીસ વિસ્તારની હદમાં પેટ્રોલીંગ કરતી એ દરમિયાન હેડ કોસ્ટેબલ નરેશ કુમાર અને પોલીસ કોન્સ્ટેબલ અબ્દુલ ગફારને બાતમી મળી હતીકે ઉનાવા પોલીસ મથકમાં નોંધાયેલ બકરી ચોરી કરનાર આરોપી હાલમાં કડી જાસલપુર રોડ પર આવેલ બહેલીમ મહમદ વસીમ પોતાના મુકદુમ પાર્ક કડી જાસલપપુર રોડ પર આવેલ વાડામાં હોવાની જાણ થતાં એસઓજી ટિમ દરોડો પડ્યો હતો.આ દરમિયાન ટીમે 10 નંગ બકરી બકરા જેની કિંમત 82 હજાર ના મત્તાની કિંમતની બકરી પીઆર કબ્જો કરી આરોપીને પકડી વધુ તપાસ માટે ઉનાવા પોલીસને સોંપાયો હતો.