એકલેરામાં ફરિયાદમાં સાક્ષી તરીકે રહેતા યુવાનને ધમકી: ગાડો આપી મારી નાખવાની ધમકી અપાઈ

કેશોદ તાલુકાના એકલેરા ગામમાં એક યુવાન એક ફરિયાદમાં સાક્ષી તરીકે રહ્યોં હોવાથી જે બાબતના મનદુઃખને લઈ તેમને ગાળો આપી હતી જાનથી મારી નાંખવાની ધમકી અપાઈ હતી. જેથી ગામના જ એક ઈસમ સામે કેશોદ પોલીસમાં ગુનો દાખલ કરાઇ કાર્યવાહી હાથ ધરાઈ હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર ,કેશોદ પંથકના એકલેરા ગામમાં રહેતાં રામભાઈ રણવીરભાઈ સીસોદીયા સામે પૂર્વે એટ્રોસીટીની ફરિયાદ દાખલ થઈ હોય અને સોંનિગભાઈ કાળાભાઈ સીસોદીયા એટ્રોસીટીની ફરિયાદમાં સાક્ષી તરીકે હોવાથી જે બાબતના મનદુઃખને લઈ રામભાઈ એ સોંનિગને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બાબત પોલીસ મથકે પહોંચી અને ફરિયાદ નોંધાતા આગળની વધુ તપાસ હાથ ધરાઈ હતી.