અંકલેશ્વરમાં ટેન્કરે બાઇક અને કારને અડફેટે લેતા એકનું મોત


અંકલેશ્વર જીઆઇડીસી માં હેક્ષ ચોકડી પાસે અકસ્માત થયો હતો. અંકલેશ્વર ગોપીનાથ સોસાયટી રાજપીપળા રોડ મધ્યે રહેતા 50 વર્ષીય જીતેન્દ્ર સિંહ સુર્યવલી સિંગ ગત રોજ પોતાની મોટર સાઇકલ લઇ પુત્ર ના સાળા અનુપ સિંગ ઉર્ફે ભોલા જોડે જીઆઇડીસી માં આવેલ હેક્ષ ચોકડી પાસેથી પસાર થતા હતા તે દરમિયાન પુરપાટ ઝડપે આવતા ટેન્કર ચાલકે ઠોકર મારી હતી.
તેમજ આની એક કાર ને પણ ઠોકરે લીધી હતી બાઈકને ટક્કર વાગતા તેવો રોડ પર પટકાયા હતા જ્યાં ગંભીર ઇજા થવાના કારણે જીતેન્દ્ર સિંહ સુર્યવલી સિંગનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જયારે અનુપ સિંગ ને ગંભીર ઇજા થતાં સારવાર માટે 108 ની મદદ થી ભરૂચ સિવિલ હોસ્પિટલ મધ્યે ખસેડાયો હતો. કાર ને નુકસાન થયું હતું જયારે ચાલકનો બચાવ થયો હતો. અકસમાતની ઘટનાથી લોકોના ટોળા એકત્ર થયા હતા તો અકસમાત સર્જી ટેન્કર ચાલક ટેન્કર મૂકી પલાયન થઇ ગયો હતો. ઘટના વિશે જીઆઇડીસી પોલીસ મથકે જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.