પાંડેસરામાં લૂંટના ઈરાદાથી યુવક પર ચપ્પુ ઝીકાયું

નવાગામ ડિંડોલીમાં રહેતો 24 વર્ષીય બલેન્દ્ર યાદવ શેઠ પાસે મંગળવારે સાંજે પગાર લેવા માટે પાંડેસરા ગયો હતો. શેઠ મોડે સુધી ન આવતા બલેન્દ્ર યાદવ પાંડેસરા કૈલાશ ચોકડી નજીક પ્લાયવૃડની દુકાનના ઓટલા પર સૂઈ ગયો હતો. આ દરમિયાન બુધવારે મળસ્કે 3 સખ્શોએ આવી બલેન્દ્રના ખિસ્સા ચેક કર્યા હતા, કશું ન મળતા એકે બલેન્દ્રને ચપ્પુ માર્યું હતું. ઈજાગ્ર્સત યુવકને સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પાંડેસરા પોલીસે ઈજા પામેલાની ફરિયાદ લઈ 3 સખ્શોની વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો દાખલ કર્યો છે, ત્રણેય બદમાશોને પકડવા માટે પોલીસે સીસીટીવી ફુટેજ આધારે તપાસ હાથ ધરી છે.