માંજલપુરમાં અજાણ્યા વાહનની ટક્કરે આવી જતાં એકનું મોત નીપજયું

શહેરના માંજલપુરમાં કિયા મોટર્સ શો રૂમની સામે રોડ પર અજાણ્યા વાહનની અડફેટે છગનભાઇ ખુશાલભાઇ પરમાર (રહે. કલક ગામ. તા. જંબુસર, જિ. ભરુચ) ગંભીર રીતે ઇજા પામેલ  હાલતમાં પડ્યા હતા. સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા મૃત્યુ થયું હતું. જેથી માંજલપુર પોલીસે આ અંગે કેસ નોંધી વધુ તપાસ હાથધરી છે.