ગોંડલ મારામારીના ગુનામાં નાસતાફરતા આરોપીને પકડી પાડતી એલસીબી પોલીસ

copy image

ગોંડલ આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતો અને મારામારીના ગુનામાં ફરાર આરોપી જામવાડી ચોકડી નજીક હોવાની બાતમીનાં આધારે એલસીબી પોલીસે વોચ ગોઠવી પકડી પાડી કાર્યવાહી હાથ ધરાઈ હતી.

મળતી માહિતી અનુસાર આવાસ યોજના ક્વાર્ટર નંબર 180માં રહેતો એજાજ ઉર્ફે કેસેટ યુસુફ સલોટ નેશનલ હાઇવે જામવાડી ચોકડી દ્વારકાધીશ હોટલ નજીક હોવાની એલસીબી પોલીસને બાતમી મળતા વોચ ગોઠવી પીઆઇ ઓડેદરા, હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ વાઘેલા, અનિલ ગુજરાતી, પ્રહલાદસિંહ રાઠોડ સહિતનાઓએ પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.