ભાવનગર પાસેના સીદસર ગામ નજીક ટ્રકે બાઇક સવારોને ટક્કરે લેતા એકનું મોત

copy image

ભાવનગર શહેરના સીદસર પાસેથી આકાશ વાઘેલા અને તેમના બહેન અસ્મિતા વાઘેલા હીરાની ઓફિસમાં કામ કરવા માટે ભાવનગર જઈ રહ્યા હતા તે દરમિયાન સીદસર બાયપાસ પર ટ્રક ચાલકે બેદરકારીથી ટ્રક ચલાવી અને આ બંનેને ઠોકરે લેતા અસ્મિતાબેનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ થયું હતું. બનાવના પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. આથી હાઇવે પર ટ્રાફિક જામના દૃશ્યો ઊભા થયા હતા. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો.

આ હાઇવે પર આવા અકસ્માતો અવારનવાર સર્જાતા હોય છે જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો. હાઈવે હાલ નેશનલ હાઇવે ઓથોરિટી હેઠળ આવતો હોય અને હાઇવે સાંકડો હોવાના લીધે અકસ્માતો થતાં હોય છે. ત્યારે હાઇવેમાં સ્પીડબેકર મુકવા માટે તથા ક્રોસિંગ સાઈન મૂકવા માટેની લોકો દ્વારા માગ કરાઈ છે.